અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે, વરસાદનો કહેર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે અને ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD કહ્યું કે ડિપ્રેશન, શીયર ટ્રફ, મોનસૂન ટ્રફ, શીયર ઝોન નામની ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં ફરી ભારે વરસાદનું સંકટ ઊભું થયું
2 સપ્ટેમ્બરના રોજ IMD એ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, બોટાદ અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાઠાંમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કર્યું છે.
3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉપરાંત 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગના જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526