(ફાઇલ ફોટો)
અમદાવાદઃ અસહ્ય ગરમી હવે લોકોનાં જીવ લઇ રહી છે, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ગરમીના પ્રકોપથી અનેક લોકોનાં મોત થઇ ગયા છે અને હવે અમદાવાદમાં બે માસૂમ બાળકો ગરમીનો ભોગ બન્યાં છે.
શહેરની શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે બાળકોનાં મોત થયા છે. એક બાળકની ઉંમર 10 દિવસ અને બીજાની ઉંમર 13 દિવસ હતી. એક બાળક રામોલ અને બીજું બાળક સીટીએમનું હતુ, જેમને ઘરે ગરમીને કારણે તકલીફ થયા બાદ પરિવાર હોસ્પિટલ લઇ આવ્યો હતો.
- બાળકો અને મોટા બધાએ પાણી વધારે પીવું જોઇએ
- ગરમીમાં બહાર જવાનું ટાળજો
- બહાર જવાનું થાય તો કપડાથી મોઢાંને ઢાંકજો
ડોક્ટરનું કહેવું હતું કે ગરમીને કારણે શરીરમાં સોડિયમ વધી ગયું હોવાથી બાળકોની કિડની ફેઇલ થઇ ગઇ હતી અને તેમના મોત થઇ ગયા છે.
શહેરમાં ગરમીએ 46 ડિગ્રી સેલ્સિયસનો આંકડો વટાવી દીધો છે. વહેલી સવારથી જ તાપનો જોરદાર અનુભવ થઇ રહ્યો છે.ગરમીને કારણે અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.ત્યારે તમારે પણ સાવચેત રહેવું જોઇએ, જરુરી હોય તો જ ઘરની બહાર નીકળજો અને ગરમીથી બચવાના ઉપાયો શોધજો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526