નાયબ સીએમનું પદ ગયા પછી નીતિન પટેલને હવે ઘણા પ્રજાલક્ષી મુદ્દાઓ યાદ આવી રહ્યાં છે, ભેળસેળ બાબતે આપી ચીમકી

11:40 AM Oct 02, 2024 | gujaratpost

નીતિન પટેલ ઓઇલ મીલરો પર બગડ્યાં, ભેળસેળ કરતાં માલિકોને ઓઇલ મીલ સીલ કરાવવાની ચીમકી આપી

નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મીલોના માલિકો પર મોટો આરોપ લગાવ્યો

નીતિન પટેલે કહ્યું, રાજ્યમાં ઓઇલ મીલરો ભેળસેળ કરે છે

Nitin Patel New: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે. ગુજરાત કોટન એસોસિએશનની 26મી સામાન્ય સભામાં તેમનું મોટું નિવેદન સામે આવ્યુ છે. કહ્યું કે રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઈલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. કપાસિયા ખોળમાં થતી ભેળસેળને લઇને તેમને આ નિવેદન કર્યું છે. તેમણે ઓઇલ મીલરોની મીલિભગતનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે, જાહેરમાં નહીં બોલુ તમે બધા જ જાણો છો. ઐસે નહીં ચલેગા, વરના મે ક્યા કરૂંગા સમજલો, સરકાર સે સીલ લગવા દુંગા સબ ગૉડાઉન કો, ફીર ઈસમેં કિસી કી નહીં ચલેંગી, કિસી કો ભી નુકસાન હો એસા ગલત નહીં કરના.

ખોળ, તેલ સહિતની ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ હવે સામાન્ય બની ગઇ છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે, જો કે આ ભેળસેળ તો નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા, ત્યારે પણ થઇ રહી હતી, પરંતુ તે વખતે કદાચ તેમને આ કહેવાનો મોકો નહીં મળ્યો હતો અને હવે તેઓ સત્તામાં નથી ત્યારે તેમને ભેળસેળીયાઓને ચીમકી આપી છે, પરંતુ આ મામલે ખરેખર કોઇ કાર્યવાહી થાય તે જરૂરી છે, નહીં તો આ માત્ર સ્ટેજ પરના ભાષણો જ બની રહેતા હોય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526