શું વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાશે ? Gujarat Post News

12:04 PM Nov 07, 2022 | gujaratpost

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત થતાંની સાથે જ હવે કેન્દ્રીય નેતાઑના ગુજરાતમાં આંટાફેરામાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ વાઘોડિયા બેઠકના ભાજપના કેટલાક દાવેદારો સાથે ગુપ્ત બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા નજીક આવેલા પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આ મિટિંગમાં વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને  દૂર રખાયા હતા. બેઠકની મધુ શ્રીવાસ્તવને જાણ ન કરતા આગામી ચૂંટણીમાં ટિકિટને લઇને મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાય શકે છે. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ગુપ્ત બેઠક કરી વાઘોડિયા બેઠક અંગે ફરી સેન્સ મેળવ્યાની પણ ચર્ચા જાગી છે. મધુ શ્રીવાસ્તવ અગાઉ અનેક વખત ભાજપની વિરુદ્ધમાં બોલી ચુક્યાં છે.

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજેપી ઉમેદવારો પસંદગી માટે વિવિધ પ્રક્રિયા માટે ધમધમાટ શરૂ કરી દીધા છે, જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન કર્યું છે. ભાજપ ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરશે. રાજ્યમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat