25 બેઠકો પર સરેરાશ 59.51 ટકા મતદાન
ગાંધીનગરઃ રાજ્યમાં લોકસભાની 25 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે, આ મામલે ગુજરાત ચૂંટણીપંચે કેટલીક માહિતી આપી છે, જેમાં આજે 266 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે અને 4 જૂને ચૂંટણીના પરિણામો આવશે. ઇવીએમને સુરક્ષા હેઠળ રાખવામાં આવશે, કોઇ ગડબડ ન થાય તે માટે સુરક્ષાકર્મીઓ 24 કલાક ઇવીએમ પાસે તૈનાત રહેશે.
ચૂંટણી કમિશનર પી. ભારતીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સરેરાશ 55.22 ટકા અને વિધાનસભાની 5 બેઠકો પરની પેટાચૂંટણીમાં 56.56 ટકા મતદાન થયું છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર અને માણવદર બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું છે.
બીજી તરફ કોંગ્રેસ તરફથી અનેક ફરિયાદો ચૂંટણીપંચમાં કરવામાં આવી છે, બનાસકાંઠામાં સીઆરપીએફના બોર્ડ સાથે એક યુવક ભાજપ માટે બોગસ મતદાન કરાવી રહ્યો હોવાનું કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું, તેમને આ યુવકને ઝડપી પાડ્યો હતો, આ સિવાય પણ કોંગ્રેસ દ્વારા બોગસ મતદાનની ફરિયાદો થઇ છે. અમેરેલીના જાફરાબાદમાં એક શિક્ષિકાનું ફરજ પર મોત થયું છે, તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. આમ ચૂંટણીપંચે કેટલીક વિગતો મીડિયા સમક્ષ મુકી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526