ડ્રગ્સ ડ્રગ્સ અને ડ્રગ્સ....હવે રૂ.800 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતી ગુજરાત ATS, આવી રીતે ઓપરેશન પાડ્યું પાર

09:47 PM Aug 07, 2024 | gujaratpost

ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અગાઉ પણ ઝડપાયું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ

ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત એટીએસનો સકંજો

અમદાવાદઃ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, ફરીથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ભીવંડીના એક ફ્લેમાં દરોડા કરીને 10 કિલો જેટલું સેમી લિક્વીડ મેફેડ્રોન, 782 કિલો લિક્વીડ મેફેડ્રોન(એમડી ડ્રગ્સ) જપ્ત કરવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 800 કરોડ રૂપિયા જેટલી થાય છે.

થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ડ્રગ્સની ફેકટરી ઝડપી પાડી હતી, જ્યાંથી અંદાજે 51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતુ, ત્યાર બાદ ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા તેનું કનેક્શન મહારાષ્ટ્રમાં નીકળ્યું હતુ. આ ત્રણ આરોપીઓએ બે નામ આપ્યાં હતા, મોહમંદ યુનુસ અને મોહમંદ આદિલ, આ બંને ભાઇઓ ભીવંડીમાં એક ફ્લેટમાં જ ડ્રગ્સ બનાવતા હતા અને દેશના અનેક શહેરોમાં સપ્લાય કરતા હતા.

માહિતી મળતા જ ગુજરાત એટીએસની એક ટીમ ભીવંડી પહોંચી હતી અને અહીંથી 800 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, પકડાયેલા આરોપીઓ મોહમંદ આદિલ અને મોહમંદ યુનુસ દેશના જુદા જુદા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરી ચુક્યાં છે. હાલમાં તેમની પૂછપરછ થઇ રહી છે, જેમાં હજુ પણ અન્ય ડ્રગ્સ માફિયાઓના નામો સામે આવી શકે છે. આ કેસમાં સાદિક નામના આરોપીઓનું નામ સામે આવ્યું છે, અને પકડાયેલા આરોપીઓનું દુબઇ કનેક્શન હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526