પ્રાયવેટ શૈક્ષણિક સંસ્થાના ત્રણ લોકોને એસીબીએ ઝડપી લીધા
સાબરકાંઠાઃ એસીબીએ મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, લાંચ કેસમાં ત્રણ લોકોને એક સાથે ઝડપી લીધા છે, કમલેશ ગીરધરભાઇ પટેલ, ધંધો-પ્રાઇવેટ શૈક્ષણિક વ્યવસાય, રહે. સાબલવાડ તા. ઇડર જી. સાબરકાંઠા, કાજલ દિપકભાઇ ત્રિવેદી (ઉ.વ. 20 વર્ષ), પ્રાઇવેટ નોકરી, ઓફીસ આસીસ્ટન્ટ રહે. લાલપુર (બડોલી) તા.ઇડર, જી.સાબરકાંઠા અને ઇશુ પ્રકાશભાઇ પટેલ, (ઉ.વ. 24 વર્ષ), પ્રાઇવેટ નોકરી, ઓફીસ આસીસ્ટન્ટ રહે. કાવા, તા. ઇડર, જી. સાબરકાંઠાને લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યાં છે.
આરોપીઓ શ્રી કન્સ્લ્ટીંગ એકેડેમી, અંબિકા કોમ્પ્લેક્ષ, તા.ઇડર જી.સાબરકાંઠામાં 1.60 લાખ રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ તરત જ આ લાંચનો પર્દાફાશ કર્યો હતો. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા તથા ધોરણ 6 પછી અભ્યાસ છોડી દીધેલો હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે તે હેતુથી 22 વિદ્યાર્થીઓનાં ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભર્યાં હતા.પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફરિયાદી પાસે 1.60 લાખ રૂપિયાની રકમ માંગવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં ત્રણેય આરોપીઓએ સાથે રહીને લાંચ માંગી હતી અને યુવતીઓ લાંચ લેતા ઝડપાઇ ગઇ હતી. હાલમાં ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે જો તમારી પાસે પણ કોઇ આવી રીતે લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી શકો છો.
ટ્રેપીંગ અધિકારી: શ્રીમતી ટી. એમ. પટેલ,
I/C પોલીસ ઈન્સ્પેક્ટર,
અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: એ. કે. પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526