દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યાં
થોડા જ દિવસામાં 24 જેટલા સરકારી કર્મચારીઓ-અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા
બનાસકાંઠાઃ એસીબીએ થોડા જ સમયમાં 24 જેટલા સરકારી બાબુઓને લાંચ લેતા પકડીને સબક શિખવી દીધો છે, આજે પાલનપુરમાં પણ મોટી ટ્રેપ કરવામાં આવી છે, નરેશભાઈ વીરાભાઇ મેણાત, હોદ્દો- દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી (વર્ગ-2), જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સેવાસદન-2, જોરાવર પેલેસ, પાલનપુર અને આશાબેન પરેશકુમાર નાયક, હોદ્દો- મેનેજર(કરાર આધારિત), નારી સંરક્ષણ કેન્દ્ર, પાલનપુરને લાંચની રકમ 45 હજાર રૂપિયા સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.
ફરિયાદીના પતિને મહીલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠામાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવું હોવાથી તેઓએ બંન્ને આરોપીઓનો સંપર્ક કરેલો અને આરોપીઓએ ફરિયાદીના પતિને કરાર આધારીત નોકરીમાં રાખવા તેમનો ત્રણ માસનો પગાર રૂ.45 હજારની લાંચ માંગી હતી.
લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપતા, લાંચનું છટકુ ગોઠવેલું હતુ, જેમાં આશાબેને લાંચ લીધી અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. બંને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારી: એન. એ. ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે, પાલનપુર.
સુપરવિઝન અધિકારી: કે. એચ. ગોહિલ,
મદદનિશ નિયામક, બોર્ડર એ.સી.બી. એકમ, ભૂજ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પાલનપુર, બનાસકાંઠાના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી, વર્ગ - ૨, નરેશભાઈ વીરાભાઇ મેણાત તથા નારી સંરક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠાના મેનેજર આશાબેન પરેશકુમાર નાયક (કરાર આધારિત) રૂા.૪૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) June 14, 2024
Dial 1064@sanghaviharsh