અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાત સહિત દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, આસામ, કેરલ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તો પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ઉત્તર પ્રદેશથી આસામ અને મરાઠાવાડથી કર્ણાટક, કેરલ સુધી ટ્રોફ સહિતની સિસ્ટમ સક્રિય થતા દેશભરમાં વરસાદની આગાહી થઈ છે. જેમાં ગુજરાતમાં અસહ્ય ગરમીની સાથે માવઠાંની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગ મુજબ, આજે સુરત, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ડાંગ, તાપી, નર્મદા, નવસારી જિલ્લામાં માવઠું થઇ શકે છે.13 તારીખે ડાંગ,નવસારી,વલસાડ, દીવ-દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં માવઠાંની આગાહી છે.
14 તારીખે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં, 15 તારીખના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં માવઠાંની આગાહી છે. તા.16, 17 ના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.18 મે ના રોજ ગરમીનો પારો 46 ડિગ્રીને પાર થઈ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526