+

આગાહી અંબાલાલની.... આજથી રાજ્ય આ વિસ્તારોમાં થઇ શકે છે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા

અમદાવાદઃ ઠંડી વચ્ચે આજથી વાતાવરણમાં બદલાવ આવી શકે છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ, દમણ અને નવસારીમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે.

અમદાવાદઃ ઠંડી વચ્ચે આજથી વાતાવરણમાં બદલાવ આવી શકે છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ, દમણ અને નવસારીમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ સાથે કચ્છ, મોરબી અને રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને લઇને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે, શિયાળુ પાકને નુકસાનની થવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર, દરિયા કિનારાના વિસ્તારોમાં, ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે.26 અને 27 તારીખનો દિવસ ભારે રહેશે, તેમજ તારીખ 28 નવેમ્બરથી તેની અસર ઓછી થઈ જશે. આ માવઠાની સૌથી વધુ અસર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે.

મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને  મહેસાણા જિલ્લામાં પણ 25 થી 27 તારીખ સુધી છૂટાછવાયો કમોસમી પડી શકે છે. તેમજ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter