+

Fact Check: આ મહિલાએ 2 મીનિટમાં ઉભા ઉભા ભગવાન રામને રૂ.10 લાખ કર્યાં અર્પણ ! જાણો, વાયરલ પોસ્ટનું સત્ય

Gujarat Post Fact Check News: અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેને લગતા ઘણા ફેક ન્યૂઝ અને દાવાઓ વાયરલ થઈ રહ્યાં છે. હાલમાં જ રામ મંદિર સંબંધિત

Gujarat Post Fact Check News: અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેને લગતા ઘણા ફેક ન્યૂઝ અને દાવાઓ વાયરલ થઈ રહ્યાં છે. હાલમાં જ રામ મંદિર સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં મહિલા દાનપેટીમાં ચલણી નોટોનો વરસાદ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે રામ મંદિરનો છે.

આ પોસ્ટ એક ફેસબુક યુઝરે શેર કરી છે. તેમાં અયોધ્યા રામ મંદિરના રામલલાની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ પોસ્ટ જોયા બાદ દરેકને એવું લાગી રહ્યું છે કે દાનપેટીમાં દાન આપતી મહિલાનો આ વીડિયો રામ મંદિરનો છે. જો કે અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ વીડિયોનો રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી.આ વીડિયો સપ્ટેમ્બર 2023થી સોશિયલ મીડિયા પર છે, જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ થયો હતો. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે આ વીડિયો જૂનો છે, જેને રામ મંદિર સાથે જોડીને ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Gujarat Post Fact Check News:  ગુજરાત પોસ્ટના ફેક્ટ ચેક દરમિયાન, અમને વીડિયો સેઠજી_કડીવાના નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મળ્યો, જે 10 સપ્ટેમ્બર, 2023ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો સાંવલિયા શેઠના મંદિરનો છે. જેને હાલ અયોધ્યા રામ મંદિર સાથે જોડીને શેર કરવામાં આવ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter