+

કાલ મેઘાસવ નામના સિરપનું વેચાણ કરનારા સપ્લાયરની ધરપકડ, આરોપીનું ભાજપ કનેકશન આવ્યું સામે- Gujarat Post

સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે તપાસ કરી અમદાવાદમાં દાખલ દર્દીના લોહીના રિપોર્ટમાં મિથેનોલની હાજરી મળી આવી આરોપી ભાજપ નેતાને પાર્ટીએ કર્યાં સસ્પેન્ડ અમદાવાદઃ ખેડામાં આયુર્વ

સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે તપાસ કરી

અમદાવાદમાં દાખલ દર્દીના લોહીના રિપોર્ટમાં મિથેનોલની હાજરી મળી આવી

આરોપી ભાજપ નેતાને પાર્ટીએ કર્યાં સસ્પેન્ડ

અમદાવાદઃ ખેડામાં આયુર્વેદિક પીણું પીતા 5 લોકોનાં મોત નિપજ્યા બાદ તંત્ર એકશનમાં આવ્યું છે, રાજ્યમાં આયુર્વેદિક સિરપના નામે વેચાતા નશાના સામાન મામલે હવે પોલીસે કાર્યવાહી શરુ કરી છે. શ્વાસના રોગમાં ઉપયોગી આવી આયુર્વેદિક દવાની નશાના બંધાણીઓમાં માંગ વધી રહી છે. કાલ મેઘાસવ નામની આયુર્વેદિક સિરપ પીધા બાદ 5 લોકોનાં મોત થયા છે.  તેમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું. જેની માત્રાને કારણે આ લોકોનાં મોત થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ વ્યક્તિના લોહીના રિપોર્ટમાં પણ મિથેનોલની હાજરી મળી આવી હતી.

કાલ મેઘાસવ નામના સિરપના મુખ્ય સપ્લાયર યોગેશ સિંધીની પોલીસે ધરપકડ કરી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જણાવ્યાં મુજબ, તેણે બે વર્ષ પહેલા આયુર્વેદિક સિરપ બનાવવા યોગી ફાર્મા નામે લાયસન્સ માંગ્યુ હતું, પરતું તેને તે આપવામાં આવ્યું ન હતું. જે બાદ તેણે અન્ય રાજ્યમાંથી સિરપ મંગાવી વેપાર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન કાલ મેઘાસવનું દુકાનમાં વેચાણ કરતો કિશન ઉર્ફે નારાયણ નડિયાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીનો કોષાધ્યક્ષ છે. ભાજપ સાથે તે વર્ષોથી જોડાયેલો   છે.

સિરપનું વેચાણ કરનાર વેપારી ઉપરાંત અન્ય લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. બિલોદરામાં નશાવાળા કફ સિરપનું સેવન કરવાથી મોતની  ઘટનાને લઇને ખેડા પોલીસ દ્વારા એક વિશેષ ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે.  સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ અમદાવાદ રેંજ આઇજી પ્રેમવીરસિંહ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. કફ સિરપનો જથ્થો માત્ર બિલોદરા જ નહીં પણ અન્ય ગામોમાં વેચાણ કરાયાની શક્યતા છે. જેને આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter