સુરત અને જામનગરમાં બે લોકોનાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post

01:04 PM Dec 10, 2023 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

રાજસ્થાનનો યુવક જામનગરમાં રનિંગ કરતી વખતે અચાનક ઢળી પડ્યો

સુરતમાં પુરુષને ઘરે જ આવ્યો હાર્ટ એટેકે

Trending :

સુરતઃ રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી થતાં મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. રાજ્યમાં વધુ બે લોકોના હાર્ટએટકથી મોત થયા છે. સુરતના કાપોદ્રામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. 45 વર્ષીય અમિતભાઈ શાહુનું હાર્ટ અટેકથી મોત થયું છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રી રામ નગરમાં રહેતા અમિતભાઈ શાહુને ઘરે એટેક આવતા મોત થયું હતું. જેથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બીજી તરફ જામનગરમા હાર્ટએટેકથી યુવાનનું મોત થયું છે. કાનાલુસ ગામે લેબર કોલોનીમાં ઘર પાસે રનિંગ કરતો યુવક એકાએક ઢળી પડ્યો હતો. 25 વર્ષીય રાજસ્થાની યુવાન રાધેશ્યામ ડાયારામ પન્નુને એકાએક ચક્કર આવતા પડી ગયો હતો અને  હાર્ટ એટેકથી મોત થયા સામે આવ્યું હતુ. આ યુવાન મૂળ રાજસ્થાનના કેરૂગામનો વતની હતો અને હાલમાં જામનગર નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે દેશમાં હાર્ટએટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેનુ કારણ હવામાં ઝેરીવાયુનું વધી ગયેલું પ્રમાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં માથામાં દુખાવો થવો, વધારે પ્રમાણમાં પરસેવો થવો, બંન્ને ખભામાં દુખાવો રહેવો, ગળામાં દુખાવો થવો અને પીઠમાં દુખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે. જેથી આવા લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post