(અંબાજીના પાન્છા ગામના શિક્ષિકા ભાવનાબેનનો ફોટો, જેઓ અમેરિકામાં રહીને મફતનો પગાર ખાય છે)
17 જિલ્લાઓના 31 શિક્ષકો ગેરહાજર અને 32 શિક્ષકો વિદેશ ગયાનો ખુલાસો
રજા લીધા વિના ગેરહાજર રહેલા, વિદેશ સ્થાયી થયેલા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ
Gujarat Teacher News: રાજ્યમાં શિક્ષકો ચાલુ પગારે વિદેશમાં હોવાની એક ઘટના સામે આવ્યાં તપાસમાં બીજા પણ આવા કિસ્સા સામે
આવ્યાં છે. હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. વિદેશમાં સ્થાયી થઇ ગયા પછી પણ શાળામાં શિક્ષક તરીકે હાજરી પુરવામાં આવી રહ્યાંના ઘટસ્ફોટ બાદ ગાંધીનગર જિલ્લામાં સતત 3 મહિના કે વધુ વખતથી ગેરહાજર રહેલા 23 શિક્ષકોને નોટિસ ફટકારવાની સાથે આગળની કાર્યવાહીના માર્ગદર્શન માટે વિગતવારનો અહેવાલ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે. જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ગેરહાજર શિક્ષકોમાં ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામની શાળાના 2, ટીંટોડા ગામના 2 ઉપરાંત અડાલજ, બુટાકિયા, બાપુપુરા, માધવગઢ અને મગોડીની શાળાના છે.
કલોલ તાલુકામાં આનંદપુરા, બાલવા, રામનગર, વાગોસણા, ખાત્રજ, ઉનાલી, વાંસજડા-ક અને કાંઠા ગામની શાળાના શિક્ષક સામેલ છે.જ્યારે માણસા તાલુકામાં બોરુ અને બાપુપરાની શાળાના અને દહેગામ તાલુકામાં અમરાજીના મુવાડાની શાળાના શિક્ષક છે. ગાંધીનગર શહેરમાં પેથાપુરની શાળાના શિક્ષક અને માધ્યમિક વિભાગમાં દહેગામના પાલુન્દ્રા ગામની શાળાના અને માણસાના દેલવાડા ગામની શાળાના શિક્ષકનો સમાવેશ થાય છે. બીજી તરફ અંબાજીની શિક્ષિકાએ અમેરિકામાંથી વીડિયો મારફતે પોતાનો બચાવ કર્યો છે અને શાળાના અનેક શિક્ષકો પર રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો છે.
સરકારી આંકડા પ્રમાણે 17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશ ભાગી ગયા છે. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યું છે. તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકાર એક્શન લેશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જેટલા પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર રહ્યાં નથી અને વિદેશમાં જતા રહ્યાં છે, તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષિકાએ સત્ય જાહેર કર્યું!
— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) August 12, 2024
અંબાજી નજીક પાન્છા પ્રાથમિક શાળા માં શિક્ષકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેનો બહાર આવ્યા બાદ ભાવનાબેને આવી વિગતો જાહેર કરી છે.
ફરી વિડીયો વાયરલ થયો. pic.twitter.com/SQR5WDAgBS
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/