નવી સંસદના લોકાર્પણમાં સામેલ થવા સીએમ ભૂપેન્દ્ર પટેલ કાલથી બે દિવસ દિલ્હીમાં- Gujarat Post

05:18 PM May 26, 2023 | gujaratpost

ગાંધીનગરઃ દિલ્હીમાં નવી સંસદના યોજાનારા લોકાર્પણ પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ માટે તેઓ આવતીકાલથી બે દિવસ દિલ્હી પ્રવાસે જશે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ નવી સંસદના લોકાર્પણ કાર્યક્રમમાં અને નીતિ આયોગની બેઠકમાં સામેલ થશે.

નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નવા સંસદ ભવનનાં ઉદ્ઘઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો ( લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલ્સ હશે. 75 રૂપિયાના આ નવા સિક્કાની આગળની બાજુએ અશોક સ્તંભની નીચે 75 રૂપિયાનું મૂલ્ય લખવામાં આવશે. આ સિવાય જમણી અને ડાબી બાજુએ હિન્દી અને અંગ્રેજીમાં ભારત લખેલું હશે. સિક્કાની બીજી બાજુ નવા સંસદ ભવનનું ચિત્ર હશે, જેના પર હિન્દીમાં સંસદ સંકુલ અને નીચે અંગ્રેજીમાં લખેલું હશે. સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 લખેલું હશે.

બીજી તરફ રાષ્ટ્રપતિના હાથે જ નવા સંસદ ભવનનું ઉદ્ઘઘાટન કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના કલમ 79 મુજબ રાષ્ટ્રપતિ સંસદનો અનિવાર્ય હિસ્સો છે. લોકસભા સચિવાલયે રાષ્ટ્રપતિ દ્ધારા ઉદ્ધઘાટન ના કરવાનો લેવામાં આવેલો નિર્ણય ખોટો છે. અરજદારનું નામ સીઆર જયાસુકિન છે. વ્યવસાયે વકીલ જયાસુકીન તમિલનાડુના છે. તેઓ પીઆઈએલ ફાઇલ કરતા રહે છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશના બંધારણીય વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ જ વડાપ્રધાનની નિમણૂંક કરે છે. તમામ મોટા નિર્ણયો પણ રાષ્ટ્રપતિના નામ પર જ લેવામાં આવે છે. નોંધનિય છે કે નવી સંસદનું ઉદ્ઘઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post