+

ગુજરાતના સીએમ, નાયબ સીએમ અને પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં, આ મુ્દ્દે લેવાશે કોઇ મોટો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહાસચિવ રત્નાકર ઉપસ્થિત રહેશે.

જગદીશ વિશ્વકર્માને 4 ઓક્ટોબરના રોજ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેમને પ્રમુખ બન્યાને લગભગ બે મહિના થઈ ગયા છે, પરંતુ કોઇ કારણોસર નવી રાજ્ય સંગઠનાત્મક ટીમની જાહેરાત અત્યાર સુધી થઈ શકી નથી.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, આજની બેઠકમાં ગુજરાત ભાજપની નવી સંગઠનાત્મક ટીમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ફેબ્રુઆરી પછી યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટી માટે એક મજબૂત અને સક્રિય સંગઠન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેથી નવી ટીમને ચૂંટણી પહેલા કામ કરવા માટે પૂરતો સમય મળે. નોંધનિય છે કે ગુજરાતના આ નેતાઓ ગઇકાલે રાત્રે જ દિલ્હી પહોંચ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter