શંકર મહાદેવન, ઝાકીર હુસૈને જીત્યો ગ્રેમી એવોર્ડ- Gujarat Post

10:17 AM Feb 05, 2024 | gujaratpost

લોસ એન્જલસઃ આ વર્ષે ગ્રેમી એવોર્ડ્સમાં ભારતે બાજી મારી છે. લોસ એન્જલસમાં 66માં ગ્રેમી એવોર્ડમાં સિંગર ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. ગ્રેમી એવોર્ડ્સ 2024માં ભારતીય સંગીતકારોનો દબદબો જોવા મળ્યો હતો. ગાયક શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ આ એવોર્ડ જીતી લીધા છે.

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ 'ધીસ મોમેન્ટ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ વિજેતા- 'ધીસ મોમેન્ટ' શક્તિને અભિનંદન.' ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના સ્વીકૃતિ ભાષણનો વિડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યાં છે.

કેજે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, 'શક્તિએ ગ્રેમી જીત્યો. આ આલ્બમ દ્વારા 4 તેજસ્વી ભારતીય સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યો !! જસ્ટ અમેઝિંગ. ભારત દરેક દિશામાં ચમકી રહ્યું છે. 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post