ગોંડલઃ જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરીને તેને નિર્વસ્ત્ર કરીને વીડયો ઉતારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાંના કેસમાં નવું અપડેટ આવ્યું છે. જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 11 આરોપી સામે પોલીસે 4500થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ગણેશ સામે પુરાવાનો નાશ કરવાની કલમ પણ ઉમેરાઈ છે.
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતોની દાદાગીરીએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. જૂનાગઢના દલિત યુવાન સંજય રાજુભાઈ સોલંકીનું અપહણ કરીને તેને ઢોર માર્યાનો વીડિયો ઉતાર્યો હતો અને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે 29 મે, 2024ના રોજ જૂનાગઢ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 5 જૂન 2024ના રોજ ગણેશની ધરપકડ કરી હતી.
આ મામલે જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ અને આગેવાનોએ ન્યાયની માંગ કરીને ભાજપની ઝાટકણી કાઢી છે, પીડિત સંજયના પિતાએ પણ જો ન્યાય નહીં મળે તો મુસ્લિમ ધર્મ અપનાવવાની ચીમકી પણ આપી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/