ગીર સોમનાથઃ એસીબીએ 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, ગીર સોમનાથમાં સિનિયર સર્વેયર રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદીએ એસ.એલ.આર કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ માટે અરજી આપી હતી. જે અરજી મંજૂર કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં એસીબીએ રાવતભાઇ રામભાઇ સિસોદીયાને લાંચ લેતા ઝડપી લીધા હતા, આરોપીએ પહેલા 1.50 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને અંતે 1 લાખ 30 હજાર રૂપિયા નક્કિ કરાયા હતા, જેમાં 1 લાખ રૂપિયા હાલમાં અને પછી 30 હજાર રૂપિયા લેવાનું નક્કિ કરાયું હતું, જેમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા આરોપી ઝડપાઇ ગયા હતા.
તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી કે અધિકારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
એસ.એલ.આર. કચેરી, ઈણાજ, જિ.ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા સિનીયર સર્વેયર (શિરસ્તેદાર), વર્ગ-૩, રાવતભાઈ રામભાઈ સિસોદીયા રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) April 19, 2025
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram