ગાંધીનગરઃ તાજેતરમાં જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં ગુજરાતમાં ભાજપનું 26 સીટ પર હેટ્રિક કરવાનું સપનું અધૂરું રહી ગયું હતું. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવી દીધા હતા.સાંસદ બનતા ગેનીબેન ઠાકોર ગુરુવારે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપશે. ગેનીબેનનાં રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યા બળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું થઈને 12સભ્યો નું થઇ જશે. વાવની આ સીટ પર ફરી છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે.
બીજી તરફ ભાજપ પણ હવે ગુજરાતમાં મંત્રીમંડળ અને સંગઠનમાં ફેરફાર કરવાની તૈયારીઓમાં છે, ગમે ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઇ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/