માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોનાં મોત

01:29 PM Dec 09, 2024 | gujaratpost

ભયાનક અકસ્માતમાં 7 લોકોનાં મોત થઇ ગયા

પોલીસ કાફલો અકસ્માત સ્થળે પહોંચ્યો

જનાગઢઃ માળિયા હાટીના પાસે સવારે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા કારમાં રહેલો ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં 7 લોકોનાં મોત થઇ ગયા છે. બાટલો ફાટતા આસપાસનાં ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી. અકસ્માતમાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા 7 લોકોનાં મોત થયા છે, મૃતકોમાં પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માતની જાણ થતા પોલીસ અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે 108ની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++