અમદાવાદઃ ગુજરાત જાણે કે માદક પદાર્થોનું હબ બનવા જઈ રહ્યું હોય તેમ લાગે છે. ડ્રગ્સ બાદ હવે ગાંજાની હેરફેરીની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન કરીને એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ માફિયાઓ કેનેડા, અમેરિકા, થાઈલેન્ડ સહિતના દેશોમાંથી પાર્સલ મંગાવતા અને તેમાં ચીજવાસ્તુની આડમાં ગેરકાયદેસર વેપાર કરતા હતા.
હાલના પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લંચ બોક્સ, ચોકલેટસ, લેડીઝ ડ્રેસ, વિટામિન કેન્ડી, ટેડીબીયરની આડમાં છુપાવીને લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. નશાનો કારોબાર ચલાવતા શખ્સોએ અમદાવાદ એરપોર્ટ પર 14 જેટલા પાર્સલો મોકલેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 1.25 કરોડની કિંમતનો હોવાનું મનાઇ રહ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. પકડાયેલા હાઇબ્રીડ ગાંજાની એક ગ્રામની કિંમત 3000-3500 રૂપિયાની છે. પકડાયેલા 14 પાર્સલો અલગ-અલગ દેશોમાંથી મોકલવામાં આવ્યાં હતા, જેમાં મોકલનારના ખોટા નામ અને સરનામાં લખેલા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/