+

સિદ્ધુ મૂસેવાલાના હત્યારા ગોલ્ડી બ્રાર(Goldy Brar)ની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરાઇ હોવાનો અહેવાલ

અમેરિકાઃ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરનારા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરી નાખવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યાં છે. ગેંગવોરમાં દલ્લા-લખબીર ગેંગે કેલિફોર્નિયાની ફેરમાઉન્ટ હોટલ

અમેરિકાઃ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરનારા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરી નાખવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યાં છે. ગેંગવોરમાં દલ્લા-લખબીર ગેંગે કેલિફોર્નિયાની ફેરમાઉન્ટ હોટલ બહાર જ ગોળીબાર કરીને તેને ઠાર કર્યો હોવાના અહેવાલ સામે આવ્યાં છે.

(Goldy Brar) ગોલ્ડી બ્રારનું નામ અનેક હત્યાઓ સાથે જોડાયેલું છે. મૂસેવાલાની હત્યા બાદ ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સતવિંદરસિંહ, જેને સતિન્દરજીત સિંહ અથવા ગોલ્ડી બ્રાર તરીકે ઓળખવામાં આવે છે, તેના બાબર ખાલસા આતંકવાદી સંગઠન સાથે સંબંધો છે, તે હત્યાઓ, ગેરકાયદેસર હથિયારોની દાણચોરી જેવી ગુનાકિય પ્રવૃતિઓ સાથે જોડાયેલો છે.

(Goldy Brar) ગોલ્ડી બ્રાર પંજાબનો મુક્તસરનો રહેવાસી છે. તેના પિતા પંજાબ પોલીસમાં ફરજ બજાવતા હતા. 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં ગયા પછી તે ગુન્હાઓની દુનિયાનો બાદશાહ બન્યો હતો, ખંડણીથી માંડીને હત્યાઓના અનેક કેસ તેના પર છે. જો કે તેની હત્યાના અહેવાલને હજુ સુધી કોઇ સરકારી સમર્થન મળ્યું નથી.

નોંધનિય છે કે અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પણ ગોલ્ડી બ્રારનું નામ સામે આવ્યું હતુ, હાલમાં સલમાન ખાનની સિક્યુરીટી વધારી દેવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter