ગાંધીનગરઃ જિલ્લામાં 42 વર્ષીય યુવકને યુનાઇટેડ કિંગડમ (યુકે) મોકલવાના બહાને તેના જ સંબંધીએ રૂ.20.46 લાખની છેતરપિંડી કરી હતી. શનિવારે પંકજ પટેલની ફરિયાદને આધારે પોલીસે તેના સંબંધી હસમુખ પટેલ સામે ગુનો નોંધ્યો છે.
ઓટોમોબાઈલનો વ્યવસાય ધરાવતા પંકજ પટેલે આરોપ લગાવ્યો છે કે હસમુખ પટેલે તેમને અને તેમની પત્નીને 32 લાખ રૂપિયામાં લંડન મોકલવાનું આશ્વાસન આપ્યું હતું અને જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 વચ્ચે આ રકમ જમા કરાવી હતી.
ફરિયાદ મુજબ પંકજ પટેલે પહેલા બ્રિટિશ પાઉન્ડમાં રૂ. 6.50 લાખ હસમુખ પટેલને ટ્રાન્સફર કર્યા હતા અને ત્રણ દિવસ પછી રૂ. 3.5 લાખ રોકડા આપ્યાં હતા. આ સાથે તેમના અને તેમની પત્નીના પાસપોર્ટ અને અન્ય અસલ દસ્તાવેજો પણ વિઝા પ્રોસેસિંગ માટે જમા કરાવ્યાં હતા.
હસમુખ પટેલે પંકજને ખાતરી આપી કે તેણે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને પોતે લંડન ગયા છે. જ્યારે હસમુખ વિદેશથી પાછો ન આવ્યો અને ખોટા વાયદાઓ કરતો રહ્યો, ત્યારે પંકજે તેમના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું.
હસમુખ પટેલે ખોટા વચનો આપવાનું ચાલુ રાખ્યું અને પંકજ પાસે વધુ પૈસાની માંગણી કરી. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે કેટલાક બનાવટી દસ્તાવેજો બતાવીને પંકજ પાસેથી બીજા 7.5 લાખ રૂપિયા લીધા અને આ વખતે તમામ સંપર્કો કાપીને ઇમરજન્સીના બહાને ફરીથી લંડન ગયો.
આરોપી હસમુખ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++