ભાજપ પક્ષ વિરોધી નિવેદન કરનારાઓને ક્યારેય છોડતું નથી
આ ભાજપનું અપમાન કહી શકાય ??
ગાંધીનગરઃ પીએમ મોદી અને અમિત શાહનું ખાસ ધ્યાન સદસ્યતા અભિયાન પર છે અને ગુજરાતમાં ટાર્ગેટ પર કામ થઇ રહ્યું છે, આ બધાની વચ્ચે ગાંધીનગરમાં બે મંત્રીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં જગદીશ વિશ્વકર્મા સદસ્યતા અભિયાન પર સિનિયર મંત્રી ઋષિકેશ પટેલને પૂછી રહ્યાં છે, વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે થોડી વાતચીત પછી ઋષિકેશ પટેલ કહે છે કે કાઢી મેલે તો કાઢી મેલે, એટલે કે મંત્રી પદ જાય તો પણ ચિંતા નથી. તેવો મતલબ કહી શકાય
મંત્રીઓને પ્રેસ કોન્ફરન્સ વખતે ખબર ન હતી કે તેમની વાતચીત રેકોર્ડ થઇ રહી છે
વિશ્વકર્મા કહી રહ્યાં હતા કે વડાપ્રધાન મોદી સાહેબે રિપોર્ટ માંગ્યો છે
બે મંત્રીઓ વચ્ચેની વાતચીત જોરદાર રીતે વાઇરલ થઇ
જગદીશ વિશ્વકર્માઃ પીએમ સાહેબે રીપોર્ટ માંગ્યો, તમને કેટલા વોટ મળ્યાં ? તમે કેટલા સભ્યો બનાવ્યાં ? કન્ફર્મ ન્યૂઝ છે એકદમ...તમારા વોટર્સ કેટલા અને તમે કેટલા ટકા કર્યાં.
ઋષિકેશ પટેલઃ તેનાથી શું સાબિત થશે ? શું પરફોર્મન્સ સાબિત થશે
જગદીશ વિશ્વકર્માઃ ના પાર્ટી તો ઓલ ઓવર બીજી રીતે બધું ચેક કરે છે
ઋષિકેશ પટેલઃ જે થાય એ...કાઢી મેલે તો કાઢી મેલે...
જગદીશ વિશ્વકર્માઃ અરે એમ નથી કહેતો, પાર્ટી હવે એનાલિસિસ કરી રહી છે એમ કહેવા માંગુ છું
જગદીશ વિશ્વકર્માઃ મોટાભાગની વિધાનસભામાં 45-50 ટકા થયું છે
ઋષિકેશ પટેલઃ હું 50-55 ટકાએ પહોંચ્યો છું
જગદીશ વિશ્વકર્માઃ તમને જે વોટ મળ્યાં તેમાંથી
ઋષિકેશ પટેલઃ મને 90,000 જેટલા વોટ મળ્યાં છે
બે મંત્રીઓની આ વાતચીત પરથી એવું સાબિત થઇ રહ્યું છે કે ભાજપમાં નેતાઓ સદસ્યતા અભિયાનથી ખુશ નથી અને તેઓ બિન્દાસ કહે છે કે જે થશે તે જોયું જશે, હવે ઋષિકેશપટેલના વાઇરલ વીડિયો પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદી અને અમિત શાહ શું વિચારશે તે આગામી સમય જ બતાવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526