Gandhi Jayanti 2024: પીએમ મોદીએ મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઇને આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાત

11:12 AM Oct 02, 2024 | gujaratpost

Gandhi Jayanti 2024: દેશભરમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, તમામ દેશવાસીઓ વતી, આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર વંદન. સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.

સર્વ ધર્મ પ્રાર્થના સભા

આ પ્રસંગે ત્યાં એક સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનો જન્મદિવસ ગાંધી જયંતિ તેમજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસનથી ભારતને આઝાદ કરાવવાની લડાઈનું નેતૃત્વ કર્યું હતું. તેમના દ્વારા અહિંસક વિરોધનો પાઠ શીખવવામાં આવેલો પાઠ આજે પણ સમગ્ર વિશ્વમાં આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.

લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ

પીએમ મોદીએ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપતા મોદીએ કહ્યું કે દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કરનારા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. વડાપ્રધાને શાસ્ત્રીની સમાધિ વિજય ઘાટની પણ મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમની સાદગી અને નમ્રતાથી લોકો પ્રભાવિત થયા હતા. તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526