+

વિદેશી સિગારેટની દાણચોરી પકડવા સુરત, કચ્છ, મોરબી, વલસાડમાં GST વિભાગના દરોડા- Gujarat Post

અમદાવાદઃ રાજ્યમાં વિદેશી સિગારેટની દાણચોરી પકડવા જીએસટી વિભાગ સક્રિય થયું છે. રાજકોટ, મોરબી, સુરત અને કચ્છમાં જીએસટી તંત્રએ દરોડા પાડ્યા છે. ઉપરાંત અન્ય શહેરોમાં પણ મસાલાના વિક્રેતાઓને ત્યાં સર્ચ ચાલી

અમદાવાદઃ રાજ્યમાં વિદેશી સિગારેટની દાણચોરી પકડવા જીએસટી વિભાગ સક્રિય થયું છે. રાજકોટ, મોરબી, સુરત અને કચ્છમાં જીએસટી તંત્રએ દરોડા પાડ્યા છે. ઉપરાંત અન્ય શહેરોમાં પણ મસાલાના વિક્રેતાઓને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે. વલસાડમાં તમાકુ વિક્રેતાઓને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જીએસટી વિભાગની કામગીરીને લઈ કરચોરી કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

રાજકોટ સહિત રાજયમાં અનેક પાન-મસાલાનાં વેપારીઓ છેલ્લા કેટલાંક સમયથી ઇમ્પોર્ટેડ સિગારેટની બારોબાર આયાત કરીને ટેક્ષ ભર્યા વિના વેચાણ કરીને મોટી રકમની જીએસટી ચોરી કરતા હોવાની બાબત સ્ટેટ જીએસટી વિભાગનાં ધ્યાનમાં આવી હતી. ત્યાર બાદ ટેક્સ ચોરો પર તવાઇ આવી છે.

તાજેતરમાં લોકસભામાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને જીએસટી ચોરી કરવામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ધરપકડ થઈ છે. ગુજરાતમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો રોકવામાં સરકાર પણ નિષ્ફળ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter