મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post

08:28 PM Mar 28, 2025 | gujaratpost

આજે મધરાતથી જ નવો ભાવ વધારો અમલી બનશે

એસટીમાં રોજના 25 લાખથી વધુ લોકો કરે છે મુસાફરી

ગાંધીનગરઃ મોંઘવારીથી પીસાતી જનતાને ગુજરાત સરકારે મોટો ફટકો માર્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ એસટી નિગમ દ્વારા બસ સેવાનાં ભાડામાં 10 ટકાનો વધારો કરાયો છે. નવો ભાવ આજે મધરાતથી લાગુ થશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના લાખો મુસાફરોના ખિસ્સા પર સીધી અસર થશે. વર્ષ 2014 બાદ વર્ષ 2023માં વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું હોવાથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ હવે વર્ષ 2025માં બસ ભાડામાં ભાવ વધારો કરાયો છે.

ગુજરાત ST વિભાગ દ્વારા જણાવાયું છે કે નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવામાં આવ્યાં છે. વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનું પહેલા નક્કિ કરાયું હતુ, પરંતુ મુસાફરોને એક સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈને તબ્બકાવાર ભાડામાં વધારોનો નિર્ણય કરાયો છે. તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કી.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે. ભાવ વધારાના કારણે લોકો પર આર્થિક ભારણ વધશે. એસટીએ ભાડામાં વધારો કર્યા બાદ ખાનગી બસ સંચાલકો પણ ભાડું વધારી શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++