મેક્સિકો સિટીના ઉત્તર પશ્ચિમમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક માલગાડી ક્રોસિંગ પર ડબલ ડેકર બસને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અથડામણ મેક્સિકો સિટીથી લગભગ 80 માઇલ (130 કિલોમીટર) દૂર એટલાકોમુલ્કો શહેરના એક ઔદ્યોગિક વિસ્તારમાં થઈ હતી. અહીં ગોદામો અને ફેક્ટરીઓ છે.
ટક્કર બાદ બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો
મેક્સિકોની નાગરિક સુરક્ષા એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી આ બસ હેરાડુરા ડી પ્લાટા બસ લાઇનની હતી, ટક્કર બાદ બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એજન્સીએ પુષ્ટિ આપી છે કે અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 41 લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ઘાયલોને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. મેક્સિકોની રેલ પરિવહન નિયમનકારી એજન્સીના તાજેતરના અહેવાલ મુજબ લેવલ ક્રોસિંગ પર અકસ્માતો સામાન્ય છે અને તાજેતરના વર્ષોમાં તેમાં વધારો થયો છે. અહેવાલ મુજબ ગયા વર્ષે આવા 800 અકસ્માતો થયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/