પીએમ પદે રાહુલ ગાંધી પાકિસ્તાનની પહેલી પસંદ, કેજરીવાલ અને મમતા બેનર્જીને સપોર્ટ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન મોદીથી ડરી રહ્યું છે, થથરી રહ્યું છે અને નફરત કરી રહ્યું છે. એટલે જ તે ત્રીજી વખત મોદી સરકારને નથી ઇચ્છતું, પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી(Fawad Chaudhary) એ લોકસભા ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે, ફવાદ ચૌધરીએ આડકતરી રીતે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મોદી ફરીથી ભારતના વડાપ્રધાન ન બને. નરેન્દ્ર મોદી અને તેમની વિચારધારાને હરાવવામા આવે, જેથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે.
ફવાદ ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય કે મમતા બેનરજી હોય, અમારી શુભકામનાઓ તેમની સાથે છે. તેઓ મોદી સિવાય કોઇને પણ વડાપ્રધાન પદે ઇચ્છે છે. કદાચ તેમની પહેલી પસંદ રાહુલ ગાંધી છે.
તેમને કહ્યું કે ભારતના મુસલમાનોમાં નફરત પેદા થઇ છે અને તે મોદી સરકારને કારણે થયું છે. હવે મતદારોએ મોદી સરકારને ઘરભેગી કરી નાખવી જોઇએ, પશ્વિમ બંગાળ સહિતના રાજ્યોમાં અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે તે પહેલા પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ભારતને આંતરિક બાબતોમાં દખલ કરી છે.
નોંધનિય છે કે હાલમાં જ પીએમ મોદીએ કહ્યું હતુ કે મારા વિરોધીઓને પાકિસ્તાનમાંથી સમર્થન મળી રહ્યું છે, તેમને કોંગ્રેસ અને વિપક્ષોને આડેહાથ લીધા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/