પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં, કૌભાંડને લઇ કોર્ટ માર્શલની તૈયારીઓ શરૂ

08:37 PM Aug 12, 2024 | gujaratpost

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ફૈઝ હમીદની ધરપકડ કરવામાં આવી છે. આવાસ યોજના કૌભાંડના કેસમાં તેમની સામે કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાની સેનાએ સોમવારે આ જાણકારી આપી છે.

સેનાની મીડિયા વિંગે નિવેદન જારી કર્યું

સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ જણાવ્યું કે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે ટોપ સિટી કેસમાં લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (નિવૃત્ત) વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદોની સત્યતા જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાની સેના દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. પાકિસ્તાન આર્મી એક્ટની જોગવાઈઓ હેઠળ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (નિવૃત્ત) વિરુદ્ધ યોગ્ય શિસ્તની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ પ્રક્રિયા શરૂ થાય છે

નિવૃત્તિ બાદ પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના ઘણા મામલા સામે આવ્યાં છે. ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (નિવૃત્ત)ને લશ્કરી કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526