પૂર્વ મંત્રી આઈ કે જાડેજાના ફાર્મ હાઉસમાં ફાયરિંગ, ત્રણ લોકો સામે ફરિયાદ - Gujarat Post

12:13 PM Feb 25, 2025 | gujaratpost

ધાંગ્રધ્રાઃ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના સુરેન્દ્રનગર પાસે આવેલા ફાર્મ હાઉસ પર ફાયરિંગથી ચકચાર મચી છે. ધાંગ્રધા બાયપાસ રોડ પર આવેલા પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસ પર ફાયરિંગની ઘટના બની હતી.

ફાર્મ હાઉસના દરવાજાને કારની ટક્કર પણ મારવામાં આવી હતી. ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ફાર્મ હાઉસ પર દોડી ગયો હતો. પોલીસે આ શખ્સોએ અંગત અદાવત કે અન્ય કારણોસર ફાયરિંગ કર્યું તેની તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર બાયપાસ ઉપર રાત્રિના સમયે ત્રણ શખ્સ ગાડીમાં આવ્યાં હતા અને વાડીના ગેટ સાથે કાર ભટકાડીને વાડીમાં પ્રવેશ કર્યો હતો. વાડીમાં રહેલા રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ સાથે બોલાચાલી કરીને મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે રાજાભાઇ તેમનાથી બચવા ભાગી રહ્યાં હતા ત્યારે આરોપીઓએ ફાયરિંગ કર્યું હતુ. પોલીસે રાજદીપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.

Trending :

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++