ઘટના સમયે દિશા મુંબઈમાં હતી
ઘર પાસેથી બે કારતૂસ મળ્યા
બરેલીઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર થયેલા ગોળીબાર બાદ હવે અભિનેત્રી દિશા પટણીના ઘરનો મામલો પણ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના બરેલીમાં સ્થિત દિશા પટણીના ઘર પર ગોળીબાર થયો હોવાનું જાણવા મળ્યું છે, જેની જવાબદારી કુખ્યાત રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગે લીધી છે.
દિશા પટણીના ઘર પર બે રાઉન્ડ હવાઈ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઇજા થઈ હોવાના અહેવાલ નથી. આ ગોળીબાર બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. પોલીસ આ પોસ્ટની સઘન તપાસ કરી રહી છે.
પોસ્ટમાં શું લખ્યું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ મુજબ, આજે ખુશ્બુ પટણી અને દિશા પટણીના બરેલીના સિવિલ લાઈન્સ સ્થિત ઘરે ગોળીબાર થકર્યો છે. પોસ્ટમાં આગળ લખ્યું છે કે આ હુમલો અભિનેત્રી દ્વારા પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ધાચાર્યજી મહારાજનું અપમાન કરવા બદલ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, આ ફક્ત એક ટ્રેલર હતું, આગામી વખતે જો તે કે કોઈ અન્ય સનાતન ધર્મ પ્રત્યે કોઈ અભદ્ર વર્તન કરશે, તો તેમના ઘરમાંથી કોઈને જીવતા છોડવામાં આવશે નહીં. પોસ્ટમાં ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે, અમે અમારા ધર્મનું રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. આ પોસ્ટમાં રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગના નામનો ઉલ્લેખ છે.
હાલમાં આ ઘટના અંગે દિશા પટણી કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પોલીસ આ વાયરલ પોસ્ટ અને ગોળીબારની ઘટના અંગે તપાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++