Fact Check: દક્ષિણ કોરિયાના ઓવરબ્રિજને જમ્મુ નેશનલ હાઈવે તરીકે વર્ણવવામાં આવ્યો, આ દાવો ખોટો છે

01:43 PM Dec 21, 2024 | gujaratpost

Fact Check: સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીર પહાડોમાંથી પસાર થતો હાઇવે દર્શાવે છે. આ તસવીર શેર કરતી વખતે યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે તે જમ્મુ નેશનલ હાઈવેનો ફોટો છે, જે કાશ્મીર ખીણને ભારતના અન્ય ભાગો સાથે જોડે છે. જો કે, જ્યારે Gujaratpost news એ આ વાયરલ ફોટાની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. વાસ્તવમાં જે રોડને જમ્મુ નેશનલ હાઈવે કહેવામાં આવી રહ્યો છે તે ભારતનો નથી પરંતુ દક્ષિણ કોરિયામાં બનેલા ઓવરબ્રિજની તસવીર છે, જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

કયો દાવો વાયરલ થઈ રહ્યો છે ?

Rttr Rreff નામના યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરતી વખતે યુઝરે લખ્યું, 'જમ્મુ નેશનલ હાઈવે કાશ્મીરને ભારતના અન્ય ભાગો સાથે જોડતો રસ્તો. આ તસવીરને ઘણા યૂઝર્સ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાન દાવા સાથે શેર કરી રહ્યાં છે. જો કે, જ્યારે અમે આ દાવાની તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે.

Fact Check માં સત્ય બહાર આવ્યું

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે જ્યારે અમે રિવર્સ ઇમેજ સર્ચ કર્યું, તો અમને આ તસવીર ઘણા અલગ-અલગ દેશોના નામે વાયરલ થતી જોવા મળી. વધારે શોધ પર અમને એક આર્કાઇવ પોસ્ટ મળી. તે 10 ઓક્ટોબર 2016 ના રોજ અપલોડ કરવામાં આવી હતી. તેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ તસવીર દક્ષિણ કોરિયાના ગેંગવોન પ્રાંતની હોએંગસેઓંગ કાઉન્ટીની છે. જ્યારે અમે આ નામના આધારે આ બ્રિજનું નામ સર્ચ કર્યું ત્યારે અમને યુટ્યુબ ચેનલ પર આ બ્રિજનો એરિયલ વ્યૂ જોવા મળ્યો અને ગુગલ મેપ પર પણ અમને આ બ્રિજનું લોકેશન અને સ્ટ્રીટ વ્યૂ જોવા મળ્યું જે પુષ્ટિ કરે છે કે આ બ્રિજ દક્ષિણ કોરિયામાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++