Fact Check: RBI એ તમામ બેંકોને પાસબુક પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ નથી આપ્યો, સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે કેટલાક લોકો અફવા

10:05 AM May 14, 2024 | gujaratpost

GujaratPost Fact Check: ભારતમાં ગમે ત્યારે કંઈપણ વાયરલ (viral message) થઈ શકે છે. આજે પણ આ ડીજીટલ દુનિયામાં લોકો બધી  વસ્તુઓને સાચી માની લે છે, જ્યારે ઈન્ટરનેટની આ દુનિયામાં લખેલી દરેક વસ્તુ સાચી નથી હોતી, સુપરફાસ્ટ ઈન્ટરનેટના યુગમાં કંઈપણ જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યું છે.

થોડા દિવસો પહેલા એક પેપર કટીંગ વાયરલ (viral paper cutting) થયું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો તમે લોકસભાની ચૂંટણીમાં (lok sabha elections 2024) વોટ નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે, જો કે આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો. હવે એક નવો દાવો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકે (reserve bank of india) દેશની તમામ બેંકોને પાસબુકના છેલ્લા પેજ (bank passbook) પર હિન્દુ ધર્મના ગ્રંથ ગીતાનો સાર (geeta sar) છાપવાનો નિર્દેશ આપ્યો છે. ચાલો જાણીએ તેનું સત્ય..

GujaratPost Fact Check: ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં એક ન્યૂઝપેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે. તેના કટિંગમાં 'RBI' લખેલું છે. તમામ બેંકોને સૂચના! પાસબુકના છેલ્લા પેજ પર ગીતા-સાર પ્રિન્ટ કરાવો. તમે તમારી સાથે શું લાવ્યાં છો, તમે શું સાથે છોડી જશો? તું કેમ રડે છે, તારું શું હતું,  જે લીધું હતું તે અહીંથી લીધું હતું,જેવો મસેજ લખવામાં આવ્યો છે.

આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આરબીઆઈએ આવી કોઈ સૂચના આપી નથી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે પણ આ મેસેજને નકલી ગણાવ્યો છે અને X (અગાઉ ટ્વિટર) પર આ અંગે એક પોસ્ટ પણ કરી છે. જો તમને પણ આ મેસેજ મળ્યો હોય તો તેને કોઈને ફોરવર્ડ ન કરો અને લોકોને સત્ય જણાવો. અમે પણ આ મેસેજને લઇને ઇન્ટરનેટ પર અનેક વસ્તુઓ સર્ચ કરી તો આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું અમને જાણવા મળ્યું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526