Gujarat Post Fact Check: યુપીના કન્નૌજમાં 13 મેના રોજ યોજાયેલા વોટિંગને લઇને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ શેર કરતી વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્નૌજમાં એક મતદારને માર મારવામાં આવ્યો કારણ કે તેણે ભાજપને વોટ ન આપ્યો. યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજ લોકસભાથી ચૂંટણી લડી રહ્યાં છે.
વાયરલ વીડિયો એક પોલિંગ બૂથનો હોવાનું જણાય છે, જ્યાં સફેદ પોશાક પહેરેલો એક વ્યક્તિ બીજા વ્યક્તિને થપ્પડ મારતો જોવા મળે છે. આ પછી કેટલાક લોકો મળીને આ વ્યક્તિને મારવા લાગે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “આ રીતે લોકો ભાજપને વોટ ન આપવાનું પરિણામ ચુકવી રહ્યાં છે. ભાજપ હટાવો, બંધારણ બચાવો.
#WATCH | Andhra Pradesh: YSRCP MLA and candidate for state assembly elections, A Sivakumar attacks a voter in Tenali, Guntur. The voter, who was standing in a queue to cast his vote, objected to the MLA's attempt to jump the line and cast his vote without waiting. The MLA, in… pic.twitter.com/9tDP8wwJO8
— ANI (@ANI) May 13, 2024
અમે આ વીડિયોને લઇને ઇન્ટરનેટ પર માહિતી શોધી તો અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ વીડિયો કન્નૌજનો નથી, પરંતુ આંધ્ર પ્રદેશનો છે જ્યાં 13 મેના રોજ ચૂંટણી દરમિયાન YSR કોંગ્રેસના ધારાસભ્યએ એક મતદારને થપ્પડ મારી હતી.
વીડિયોની સાથે NDTVના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલી વિધાનસભા સીટ પર એક મતદાન મથક પર વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્ય એ શિવકુમારે વોટિંગ દરમિયાન માર માર્યો હતો.
Gujarat Post Fact Check: મતદારે પણ ધારાસભ્યને થપ્પડ મારીને જવાબ આપ્યો હતો. જેના કારણે હંગામો વધી ગયો હતો અને ધારાસભ્યના સમર્થકોએ મતદારને માર માર્યો હતો. “ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” અને “ધ હિંદુ” એ પણ આ બાબતે સમાચાર પ્રકાશિત કર્યાં છે. અહેવાલો અનુસાર, એ શિવકુમાર કતારમાં ઉભા રહેવાને બદલે સીધો મત આપવા જઈ રહ્યાં હતા. મતદારે તેનો વિરોધ કર્યો અને આ વિવાદ થયો હતો.
આ મામલાની નોંધ લેતા ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યાં છે. પોલીસને ધારાસભ્ય અને તેના સાથીઓ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 13 મેના રોજ આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની બેઠકો માટે પણ મતદાન થયું હતું.
કન્નૌજની વાત કરીએ તો, સમાજવાદી પાર્ટીએ 13 મેના રોજ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે કન્નૌજમાં બીજેપી ઉમેદવારના લોકોએ એસપી બૂથ એજન્ટોને માર માર્યો હતો અને તેમને ધમકાવ્યાં હતા. અન્ય એક ટ્વિટમાં SPએ CRPF પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમના સૈનિકો મુસ્લિમ મતદારો પર હુમલો કરી રહ્યાં છે. બંને કિસ્સાઓમાં વહીવટીતંત્ર અને પોલીસે પ્રતિક્રિયા આપી છે કે આવી કોઈ ઘટના બની નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે વાઇરલ કરાઇ રહ્યો છે, જેથી તમે પણ તેને શેર કરતા નહીં.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/