+

Fact Check: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પરિવાર સાથે કર્યાં રામલલ્લાના દર્શન ! વાયરલ વીડિયોની આ છે હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: ક્યારેક વિરાટ કોહલી તો ક્યારેક રોહિત શર્મા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ કોઈને કોઈ હસ્તીના જૂના વીડિયોને રામ મંદિર સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યાં છે. આવો જ એ

Gujarat Post Fact Check News: ક્યારેક વિરાટ કોહલી તો ક્યારેક રોહિત શર્મા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ કોઈને કોઈ હસ્તીના જૂના વીડિયોને રામ મંદિર સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યાં છે. આવો જ એક વીડિયો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો વાયરલ થયો છે. આ વીડિયો મુજબ, રોહિત શર્મા પરિવાર સાથે અયોધ્યાના રામ મંદિર આવ્યો હતો અને દર્શન કર્યાં હતા. એટલું જ નહીં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો અને તે બાદ રામલલ્લાના દર્શન કર્યાં છે. આ વીડિયો કોઈ હિન્દુ ધર્મ સ્થળનો છે જ્યાં રોહિત શર્મા પરિવાર સાથે નજરે પડી રહ્યો છે, જેને રામ મંદિર બતાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

Gujarat Post Fact Check News: ફેક્ટ ચેકમાં આ વીડિયો અયોધ્યાનો નહીં પરંતુ આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં ગત વર્ષે રોહિત શર્મા દર્શન માટે ગયો હતો. એશિયા કપ પહેલા રોહિત શર્મા પત્ની અને પુત્રી સાથે તિરુપતિ બાલાજી મંદિર દર્શન કરવા ગયો હતો.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Gujarat Post Fact Check News: ઉપરાંત વાયરલ વીડિયોમાં રોહિત શર્માને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યાનો દાવો પણ ખોટો છે. આઈસીસીએ 2023ના એવોર્ડની જાહેરાત 24 જાન્યુઆરી, 2024ના રોજ કરી હતી. જેમાં આઈસીસી ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિંસને મળ્યો હતો. આ એવોર્ડમાં રોહિત શર્માને વન ડે ટીમ ઓફ ધ યર 2023નો કેપ્ટન બનાવાયો હતો. ત્યારે આ વીડિયો જૂનો છે અને અયોધ્યાનો નથી, અમારા ફેક્ટ ચેકમાં આ માહિતી સામે આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter