Fact Check: શું હિન્દુત્વનો પ્રચાર કરવા મક્કા પહોંચ્યાં હતા ભારતીય સાધુઓ ? જાણો આ અહેવાલની હકીકત- Gujarat Post

10:39 AM Feb 05, 2024 | gujaratpost

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર ગેરુઆ કપડાં પહેરેલા કેટલાક લોકોનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો ભારતીય હિંદુ છે, જેઓ રામ મંદિરના નિર્માણ બાદ હિંદુત્વનો પ્રચાર કરવા મક્કા પહોંચી ગયા છે. વીડિયો સાથે એક ગીત પણ ઉમેરવામાં આવ્યું છે - 'હર ઘર મેં એક હી નામ, એક હી નારા ગૂંજેગા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય-જય શ્રી રામ બોલેગા'

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે, અમે વીડિયોની કીફ્રેમ્સની રિવર્સ ઈમેજ સર્ચ કરી. આ સમય દરમિયાન, અમને 2 નવેમ્બર 2022ના રોજ અલ લેયલા ઑફિશિયલ નામની YouTube ચૅનલ પર અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો. આ વીડિયોમાં લોકો વાયરલ વીડિયોમાં જોવા મળે છે તેવા જ કપડા પહેરેલા જોઈ શકાય છે. વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે આ ઈન્ડોનેશિયાના તીર્થયાત્રીઓનો ક્યુબા મસ્જિદની મુલાકાતનો વીડિયો છે. આ સાથે હજ અને ઉમરાહ જેવા હેશટેગ પણ ઉમેરવામાં આવ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Gujarat Post Fact Check News: જે બાદ વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાઓના પોશાક અને ઉમરાહ 2022 માટે ઇન્ડોનેશિયન યાત્રાળુઓના પોશાકની સરખામણી કરી. બંને સરખા દેખાય છે. કપડાંનો રંગ, સ્ટીચિંગની સ્ટાઈલ અને કપડાં પરની ડિઝાઈન સરખી છે.

આ માહિતીના આધારે, અમે ઇન્ડોનેશિયાથી મક્કા ગયેલા લોકો સાથે સંબંધિત માહિતી શોધવાનું શરૂ કર્યું. 13 સપ્ટેમ્બર, 2023 ના રોજ સીએનએન ઇન્ડોનેશિયા દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 'પૂર્વ જાવાના ન્ગોરો જિલ્લાના જોમ્બાંગના એક ગામના રહેવાસીઓ આખરે 5 વર્ષની બચત પછી એકસાથે ઉમરાહ ગયા હતા. આમ હિન્દુત્વના પ્રચાર કરવા પહોંચેલી ભારતીય સાધુઓની ટોળીનો આ વીડિયો ભ્રામક છે. આ વીડિયો ખોટી રીતે સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવી રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post