ACB Trap: અમદાવાદમાંથી વધુ એક લાંચીયો અધિકારી એસીબીની ઝપટે આવી ગયો છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાનો જોઇન્ટ ડાયરેકટર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઇ ગયો છે.
ફરીયાદી કન્સલટન્સીનું કામ કરે છે, તેમને કલાઇન્ટનુ ફુડ સેફ્ટીનું લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરી હતી. આરોપી રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયા (હોદ્દો- જોઇન્ટ ડાયરેકટર, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, વર્ગ-1)એ અલગ-અલગ ક્વેરી કાઢી હતી. જે બાબતે ફરીયાદી આરોપીને રૂબરૂ મળતા આરોપીએ ક્વેરી નહીં કાઢી, ફુડ સેફ્ટી લાયસન્સ મંજુર કરવા માટે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.25 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ તે આપવા માંગતા ન હોવાથી અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું. જેમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ.25 હજાર સ્વીકારતાં સ્થળ પર પકડાયો હતો.
ટ્રેપીંગ અધિકારી: ડી.બી.ગોસ્વામી,પો.ઇન્સ.
અમદાવાદ શહેર, એ.સી.બી. પો.સ્ટે ,અમદાવાદ તથા એ.સી.બી.સ્ટાફ
મદદમાં: આર.આઇ.પરમાર, પો.ઇન્સ., અમદાવાદ શહેર,એ.સી.બી.પો.સ્ટે
સુપર વિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/