+

નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post

મહેસાણાઃ ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં 7 મેએ તમામ બેઠકો પર મતદાન થવાનું છે. મહેસાણા લોકસભા બેઠક પર નીતિન પટેલે ટિકિટ માંગી હતી અને બાદમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ઉમેદવારી પરત

મહેસાણાઃ ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં 7 મેએ તમામ બેઠકો પર મતદાન થવાનું છે. મહેસાણા લોકસભા બેઠક પર નીતિન પટેલે ટિકિટ માંગી હતી અને બાદમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ઉમેદવારી પરત ખેંચવી પડી હતી.

તેમણે લખ્યું હતું કે 'ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથના કરુ છું. આ બેઠક પર ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે.

હવે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ટોણો માર્યો હતો. તેમણે મંચ પરથી સલાહ આપતા વિરોધીઓને કહ્યું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. તેમણે સલાહ આપનારને આડે હાથ લઈને કહ્યું કે જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા લોકો અમને સલાહ આપે છે. આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ.

આ પહેલા મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કહ્યું હતું કે ક્યો કાર્યકર ચાલે અને ક્યો ન ચાલે એની મને જેટલી ખબર છે તેટલી કોઈને ખબર નહીં હોય. ચમચાગીરી વગર તટસ્થતાથી કામ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે. આમ હવે તેઓ એક પછી એક વિરોધીઓની ઝાટકણી કાઢી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter