+

અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા- Gujarat Post

Malaika Aroa Father Suicide: બોલિવૂડ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યાં છે. મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. આ ઘટનાથી તેમના પરિવારજનો સ્તબ્ધ છે. ઘટનાની જાણ ફિલ્મ ઈન્ડસ

Malaika Aroa Father Suicide: બોલિવૂડ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યાં છે. મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. આ ઘટનાથી તેમના પરિવારજનો સ્તબ્ધ છે. ઘટનાની જાણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દુખની આ ઘડીમાં મલાઈકાનો પૂર્વ પતિ અને અભિનેતા અરબાઝ ખાન મલાઈકાના પિતાના ઘરે પહોંચ્યાં છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અભિનેત્રી-મૉડલ મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસે નિવેદનમાં કહ્યું છે કે પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રા સ્થિત પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના આજે બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે. હાલમાં અભિનેતાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

અરબાઝ ખાન આ મુશ્કેલ સમયમાં પૂર્વ પત્ની મલાઈકા અરોરા સાથે ઉભો જોવા મળ્યો છે. તેઓ તરત જ મલાઈકાના પિતાના ઘરે પહોંચ્યો હતો. હાલમાં અભિનેત્રીના પિતાની આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી. અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ અરોરા ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે. આ કપલના બે સંતાન છે- મલાઈકા અને અમૃતા. મલાઈકા જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter