છત્તીસગઢમાં 10 નક્સલીઓનું એન્કાઉન્ટર, જેના માથે 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું તે કમાન્ડર બાલકૃષ્ણ માર્યો ગયો

09:58 PM Sep 11, 2025 | gujaratpost

છત્તીસગઢઃ ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યાં છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં ખતરનાક નક્સલી કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ સામેલ છે. નક્સલ કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું.

ગારિયાબંદ જિલ્લાના મૈનપુર વિસ્તારમાં એન્કાઉન્ટર

રાયપુર વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. ગારિયાબંદ જિલ્લાના મૈનપુર વિસ્તારમાં સુરક્ષા દળોનું નક્સલીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. આમાં એક મોટો નક્સલી કમાન્ડર પણ માર્યો ગયો હતો.

જંગલોમાં નક્સલવાદીઓની હાજરીના સમાચાર હતા

મિશ્રાએ જણાવ્યું કે મૈનપુર વિસ્તારના જંગલોમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયન, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ ફોર્સની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.ગુરુવાર સવારથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સમયાંતરે અથડામણ ચાલી રહી છે. ઓપરેશન પૂર્ણ થયા પછી આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.

ગારિયાબંદ નક્સલી પ્રવૃત્તિઓનો ગઢ રહ્યો છે

નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણી વખત અથડામણ થઈ છે. તાજેતરના સમયમાં સુરક્ષા દળો સમગ્ર છત્તીસગઢમાં નક્સલીઓને ખતમ કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે. આ સંદર્ભમાં ઘણા સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યાં છે. આ ઓપરેશનમાં ઘણા મોટા નક્સલી નેતાઓ માર્યા ગયા છે અથવા ધરપકડ કરવામાં આવી છે.

નક્સલી કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ કોણ હતો ?

આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ નક્સલી સંગઠનનો એક મોટો નેતા હતો. તેના પર ઘણા ગંભીર ગુનાઓનો આરોપ હતો. બાલકૃષ્ણ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઘણા નક્સલી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++