+

જવાહર ચાવડાનું ભાજપમાં ભવિષ્ય ખતરામાં ! શું તેઓ કોંગ્રેસમાં પાછા જઇ શકે છે ? Gujarat Post

પક્ષપલટો કરનારા જવાહર ચાવડાની 2022 વિધાનસભામાં અરવિંદ લાડાણી સામે હાર થઈ હતી થોડા દિવસ પહેલા અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે લોકસભાની સાથે માણાવદર બેઠક પર પેટાચૂંટણી

પક્ષપલટો કરનારા જવાહર ચાવડાની 2022 વિધાનસભામાં અરવિંદ લાડાણી સામે હાર થઈ હતી

થોડા દિવસ પહેલા અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે

લોકસભાની સાથે માણાવદર બેઠક પર પેટાચૂંટણી થશે

જૂનાગઢઃ આ વખતે લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણી પહેલા ગુજરાતમાં રોજબરોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે. પાંચ બેઠકોમાંની એક બેઠક માણાવદર છે. જે બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું અને તેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. હવે આ ખાલી પડેલી બેઠક પર 7મી મેના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ટિકિટ માટે વચન આપ્યું હોવાની ચર્ચાઓથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, અરવિંદ લાડાણીના ભાજપમાં આગમનથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નારાજ હોવાની વાત વહેતી થઈ છે.

જો કે જવાહર ચાવડાએ કોંગ્રેસમાં ઘરવાપસી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા વિશે ચાલતા રાજકીય ફેરફારના સમાચાર પાયાવિહોણા છે. માત્ર અફવા ચાલે છે, હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જ જોડાયેલો રહીશ. અબકી બાર 400ને પાર સૂત્રને તેમણે સમર્થન આપ્યું હતું.

વર્ષોથી સુધી કોંગ્રેસમાં રહેલા જવાહર ચાવડા માણાવદરની બેઠક પરથી રાજીનામું આપી 2019માં ભાજપમાં જોડાયા હતા, અને પેટા ચૂંટણીમાં જીત્યા હતા. પરંતુ ભૂતકાળમાં તેઓએ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબજ ખરાબ રીતે ઠેકડી ઉડાવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોની હાજરીમાં જવાહર ચાવડાએ એક જાહેર કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. બાટવા ગામમાં માનસિક રીતે બીમાર એવો નંદાનું ઉદાહરણનો વીડિયો વાયરલ થયો હતો, જો કે હવે ભાજપમાં જઇને તેમનું ભવિષ્ય ખતરામાં મુકાઇ ગયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter