+

પાટીલને બદનામ કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત, ગણપત વસાવા જૂથના સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠકની ક્રાઈમ બ્રાંચે કરી પૂછપરછ

સુરતઃ સી.આર.પાટીલને બદનામ કરવાના પત્રિકા, પેનડ્રાઇવ કાંડમાં એક પછી એક મોટા માથાઓના નામો આવી રહ્યાં છે. હવે ભાજપ એકશન મોડમાં છે. સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરી છે. સુમુલ

સુરતઃ સી.આર.પાટીલને બદનામ કરવાના પત્રિકા, પેનડ્રાઇવ કાંડમાં એક પછી એક મોટા માથાઓના નામો આવી રહ્યાં છે. હવે ભાજપ એકશન મોડમાં છે. સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરી છે. સુમુલ ડેરીના પ્રમુખ રહી ચૂકેલા ભાજપ નેતા અને સહકારી અગ્રણી રાજુ પાઠકના મોબાઈલ ફોનની તપાસ થઈ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે,મૂળ માંગરોળના મોસાલીના રાજુ પાઠકની ગણતરી ગણપત વસાવાના નજીકના વ્યક્તિ તરીકે થાય છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય નેતાઓને બદનામ કરતી પત્રિકા અને પેન ડ્રાઈવ મોકલવાના પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો.આ ગુનામાં આરોપીઓ એવા ભાજપ નેતા ગણપત વસાવાના પી.એ રાકેશ રણજીતસિંહ સોલંકી, ખુમાનસિંહ પટેલ અને દીપુ ઉર્ફે સોનુ લાલચંદભાઈ યાદવની ધરપકડ કરી હતી. આ કેસમાં હજુ અનેક નવા નામો ઉમેરાશે. સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓ પાટીલને ઉથલાવી પાડવા માંગતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાત ભાજપના પત્રિકા કાંડની કેન્દ્રીય નેતૃત્વે ગંભીર નોંધ લીધી છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા સામે હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. પત્રિકા કાંડ બાદ પાટીલ આવતા સપ્તાહે ગાંધીનગર આવેશે, જ્યારે આવતીકાલે અમિત શાહ ગુજરાત મુલાકાતે આવશે. જે બાદ સંગઠનમાં પણ કોઇ ફેરફારના એંધાણ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter