+

ED ના આ IRS અધિકારીને રૂ.20 લાખની લાંચના કેસમાં CBI એ ઝડપી લીધા

લાંચના રૂપિયા માટે વેપારીને હેરાન કરવામાં આવી રહ્યો હતો EDના અધિકારીએ રૂ. 5 કરોડની માંગી હતી લાંચ ઓરિસ્સાઃ જેના નામથી ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ ફફડે છે તે જ ઇડીના અધિકારી લાંચિયા બની ગયા છે, હવે

લાંચના રૂપિયા માટે વેપારીને હેરાન કરવામાં આવી રહ્યો હતો

EDના અધિકારીએ રૂ. 5 કરોડની માંગી હતી લાંચ

ઓરિસ્સાઃ જેના નામથી ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ ફફડે છે તે જ ઇડીના અધિકારી લાંચિયા બની ગયા છે, હવે ઇડીના એક અધિકારીએ 5 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી અને તેઓ 20 લાખ રૂપિયા લેતા સીબીઆઇની ઝપેટમાં આવી ગયા છે.

એક ઉદ્યોગપતિ પાસે મની લૉન્ડ્રિંગ (PMLA) કેસને સેટલ કરવાના માટે આ મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી. ઇડીના ડે.ડાયરેક્ટર ચિંતન રઘુવંશી આ લાંચની રકમ લેતા ઝડપાઇ ગયા છે.

14 જગ્યાઓ પર દરોડા કરીને લાંચ માટે દબાણ ઉભું કરાયું હતુ

IRS અધિકારીને રૂ.20 લાખની લાંચના કેસમાં CBI એ ઝડપી લીધા

બનાવ ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરનો છે. જ્યાં EDની ટીમ સર્ચ ઓપરેશન માટે ગઇ હતી, અને તે વખતે આ આઇઆરએસ અધિકારી ચિંતન રઘુવંશીએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ મામલે સીબીઆઇની ટીમને જાણ કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે આ ટ્રેપ કરવામાં આવી હતી, જો તમારી પાસે પણ કેન્દ્ર સરકારના કોઇ કર્મચારી લાંચની માંગણી કરી છે તો તમે પણ સીબીઆઇમાં ફરિયાદ કરી શકો છો.

facebook twitter