શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરનારા સમીર વાનખેડેની વધી મુશ્કેલીઓ, હવે ED એ દાખલ કર્યો કેસ- Gujarat Post

11:17 AM Feb 10, 2024 | gujaratpost

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સમીર વાનખેડે સામે 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ પછી, EDએ કેટલાક લોકોને સમન્સ પણ મોકલ્યાં છે, જેમની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. જેમને સમન્સ મોકલવામાં આવ્યાં છે તેમાં કેટલાક NCB સાથે જોડાયેલા લોકો પણ છે. આ સિવાય કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીએ આ તમામ લોકોને પૂછપરછ માટે  મુંબઈની ED ઓફિસમાં બોલાવ્યાં છે. સમીર વાનખેડે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યાં બાદ ચર્ચામાં આવ્યાં હતા. બાદમાં આર્યનનો નિર્દોષ છૂટકારો થયો હતો. તે સાથે જ કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ વાનખેડે પાછળ પડી ગયા હતા અને હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post