રૂ. 20,000 કરોડની બેંક લોન ગેરરીતિના કેસમાં EDએ આ શહેરોમાં પાડ્યાં દરોડા, જાણો સમગ્ર મામલો

08:53 PM Jun 20, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે એક કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં લગભગ 35 જગ્યાઓ પર દરોડા પાડ્યાં છે. આ માહિતી આપતા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે કંપની અને તેના પ્રમોટર સામે રૂ. 20,000 કરોડથી વધુની બેંક લોનના ગેરઉપયોગનો આરોપ છે. એમ્ટેક ગ્રુપ અને તેના ડિરેક્ટરો- અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને અન્યો સામે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આટલી મોટી રકમના કૌભાંડ મામલે ED સક્રિય બની છે. 

ACIL લિમિટેડ કંપની સામે તપાસ

ગુરુવારે સવારથી દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, મુંબઈ અને નાગપુરમાં લગભગ 35 કોમર્શિયલ અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ Amtek ગ્રુપની ACIL લિમિટેડ કંપની વિરુદ્ધ FIR નોંધ્યાં પછી ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. સીબીઆઈ એફઆઈઆરમાં કેટલીક લિસ્ટેડ કંપનીઓ પર રૂ. 20,000 કરોડથી વધુની બેંક લોનની છેતરપિંડી કરવાનો આરોપ છે.

Trending :

સરકારી તિજોરીને ₹15,000 કરોડનું નુકસાન

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આ મામલે તપાસ કરવા કહ્યું છે. EDના જણાવ્યાં અનુસાર, આ છેતરપિંડીથી સરકારી તિજોરીને લગભગ 15,000 કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. EDનું માનવું છે કે બેંક પાસેથી લીધેલી લોનની રકમનું રોકાણ રિયલ એસ્ટેટ, વિદેશમાં અને નવા સાહસોમાં કરવામાં આવ્યું હતું. વધુ લોન મેળવવા માટે, ગ્રૂપ કંપનીઓએ નકલી વેચાણ, લેણદારી અને નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે બતાવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526