દેવભૂમિ દ્વારકાઃ ફરી એક વખત એસીબીએ મોટી રકમની લાંચનો પર્દાફાશ કર્યો છે, આ વખતે સિંહણ ડેમમાંથી કાપ કાઢવાના કામના બદલામાં 1.10 લાખ રૂપિયાની લાંચ લેનારા ઝડપાઇ ગયા છે. ખંભાળિયામાં આરાધના ધામ પાસે એસીબીએ ટ્રેપ કરીને
નાગડા ગ્રામ પંચાયતના સરપંચ લાખીબેન મેરામણ ગુજરીયા અને તેમના પુત્ર ફુલસુર ગુજરીયાને લાંચીની રકમ સાથે ઝડપી પાડ્યાં છે.
ફરિયાદી ડેમમાંથી કાપ કાઢવા માંગતા હતા, જેમાં તેમની હેરાનગતિ નહીં કરવા અને કાપ કાઢવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહેવામાં આવ્યું હતુ, ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં એસીબીએ લાંચના છટકાનું આયોજન કરીને આરોપીઓને ઝડપી પાડ્યાં છે. બંને આરોપીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરાઇ રહી છે. સાથે જ લાંચની રકમ 1.10 લાખ રૂપિયા પણ રિકવર કરી લેવામાં આવી છે.
જો તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમે પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો અથવા એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર પોતાની ફરિયાદ આપી શકો છો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526