દેવભૂમિ દ્વારકાઃ એક બસ, બાઇક અને બે કાર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 7 લોકોનાં મોત થઇ ગયા છે. દ્રારકાના બરડીયા પાસે આ અકસ્માત સર્જાયો હતો.
ઇજાગ્રસ્ત થયેલા લોકોને દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઇ ગયા હતા.
મંત્રી મુળુભાઇ બેરા અને સાંસદ પુનમ માડમ સહિતના નેતાઓ અહીં પહોંચી ગયા હતા. ખાનગી બસ, એક ઈકો કાર, એક સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.
અંદાજે 15 લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતી ગંભીર છે અને ઘાયલોની નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલમાં પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમો અહીં બચાવ કામગીરી કરી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/