ડીસામાં નવરાત્રિ દરમિયાન ખોટું નામ આપીને મહિલાને ભગાડી ગયો વિધર્મી યુવક, પોલીસે સુરતમાંથી આરોપીને ઝડપી લીધો

09:34 PM Oct 16, 2024 | gujaratpost

- ડીસામાં ગરબામાંથી મહિલા ગુમ થઈ હતી
- પોલીસે પતિની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો
- સુરતમાંથી આરોપીની ધરપકડ

બનાસકાંઠાઃ ડીસામાં હાલ તંગદિલીનો માહોલ છે. ગરબા રમવા ગયેલી એક પરિણીત હિંદુ મહિલા ઘરે પરત ફરી ન હતી. મહિલાના પતિએ એક યુવક પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. પતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી તેની પત્નીને ફસાવીને પોતાની સાથે લઈ ગયો હતો. આ ઘટના બાદ પતિ અને તેનું બાળક ખૂબ જ પરેશાન હતા, અને પોલીસમાં ફરિયાદ આપી હતી.

ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલા ગુમ

મળતી માહિતી મુજબ ગરબા રમવા ગયેલી પત્ની લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પતિ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મહિલાના પતિએ કહ્યું કે તે તેની પત્નીનો કોઈ પણ રીતે સંપર્ક કરી શકતો નથી. પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની જાણકારી મળતા જ ઘણા હિંદુ સંગઠનોએ વિરોધ શરૂ કરી દીધો હતો. હિન્દુ સંગઠનોએ આરોપી યુવકની ધરપકડની માંગ કરી હતી. આ માટે તેઓ ડીસા પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ પોલીસ મથકે પહોંચ્યાં હતા.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીને સુરતથી કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ દિવસ પહેલા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પરિણીત મહિલા 10 ઓક્ટોબરની રાત્રે ગુમ થઈ ગઈ હતી.

સુરતમાંથી એક આરોપીની ધરપકડ

હિન્દુ મહિલાનું અપહરણ કરનાર આરોપીએ ખોટું હિન્દુ નામ આપ્યું હતું. તેનું સાચું નામ મુકેશ ઠાકુર નહીં પરંતુ મોહમ્મદ રમઝાંશા ફકીર હોવાનું સામે આવ્યું છે. આ કેસ બાદ પોલીસ સક્રિય બની હતી અને સુરત ઉધના પોલીસની મદદથી પાલનપુર એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

આ રીતે મહિલાના સંપર્કમાં આવ્યો

વિધર્મી યુવક રિક્ષા ચલાવતો હતો, દરમિયાન તે આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો.  તેણે પોતાની ઓળખ મુકેશ ઠાકોર તરીકે જાહેર કરી હતી અને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526